એસએસજીમાં રક્ત વિતરણમાં વધારો:છેલ્લા 1 વર્ષમાં 27,445 યુનિટ રક્ત દર્દીઓને અપાયું
સયાજી હૉસ્પિટલની બ્લડ બેંકમાં વર્ષ 2022થી 2025 સુધીનાં 4 વર્ષમાં રક્ત વિતરણમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022માં દર્દીઓને કુલ 25,718 યુનિટ રક્ત અપાયું હતું, જ્યારે 2025માં 27,445 યુનિટ રક્ત અપાયું હતું. જનની-શિશુ સુરક્ષા યોજના હેઠળ પ્રસૂતાને અપાતા રક્તમાં 70 ટકાનો વધારો થયો છે. જેમાં 2022માં 5560 યુનિટ રક્ત પ્રસૂતાને અપાયું હતું, જ્યારે 2025માં આ આંક 9446 યુનિટ થયો છે. સાથે સિકલસેલના દર્દીઓને અપાતા રક્ત પણ 3 ગણો વધારો થયો છે. હૉસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીને પરિસરમાં જ રક્ત મળતાં તેઓને બહાર જવાની જરૂર પડતી નથી, જેને કારણે તેમનો સમય બચે છે અને દર્દીઓને ઝડપી અને સમયસર સારવાર મળી રહે છે. સિકલસેલ એનીમિયાથી ગ્રસ્ત દર્દીઓ માટે રક્ત વિતરણમાં છેલ્લાં 4 વર્ષમાં 3 ગણો વધારો થયો છે. વર્ષ 2022માં 518 યુનિટ રક્ત દર્દીઓને આપવામાં આવ્યું હતું, જ્યારે 2025માં આ આંકડો વધીને 1672 યુનિટ પર પહોંચ્યો હતો. થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને અમુક સમયના અંતરે બ્લડ ચડાવવાનું રહેતું હોય છે. સયાજી હૉસ્પિટલની બ્લડ બેંક દ્વારા 2025માં 1086 યુનિટ રક્ત થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યું હતું. ઉપરાંત જરૂરિયાતને સમયે લોકોને રક્ત મળી રહે તે માટે હૉસ્પિટલ દ્વારા અવાર-નવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. 2024માં 118 બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાં 16,058 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. જ્યારે 2025માં 177 કેમ્પ યોજાતાં 16,422 યુનિટ બ્લડ એકત્ર થયું હતું. વર્ષ પ્રમાણે રોગ દીઠ આપવામાં આવેલા રક્ત યુનિટ 2025માં 16,422 યુનિટ રક્ત એકત્ર થયું
Read Original Article →