ચોરીનો બનાવ:વાઘોડિયા રોડ પર તાળું તોડી તિજોરીમાંથી 1.91 લાખની મતાની ચોરી

Gujarat5/20/2026, 12:00:00 AM
વાઘોડીયા-ડભોઈ રિંગ રોડ પર આવેલા ગુરુકુળ ચાર રસ્તા પાસે આદિત્ય રોયલ પાર્ટી પ્લોટના કમ્પાઉન્ડમાં પતરાના મકાનમાં રહેતા સંદિપભાઈ રાઠવાના ઘરે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો છે. 12 મેના રોજ રાત્રે પરિવાર એક લગ્નપ્રસંગે બહારગામ ગયો હતો. તે દરમિયાન ઘર બંધ હોવાથી તસ્કરોએ ઘરમાં રાખેલી તિજોરીનું લોક તોડી તેમાંથી આશરે 8 ગ્રામની સોનાની ચેઈન, 11 ગ્રામનું સોનાનું લોકેટ, સોનાની વીંટીઓ, તેમજ ચાંદીના કડા, લક્કી, પાયલ અને કેડ ઝુડો મળીને કુલ રૂ.1.81 લાખના દાગીના તથા રૂ.10 હજાર રોકડ ચોરી કરી હતી. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →