સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 મુક્ત પ્રતીકો જાહેર કરાયાં:ચૂંટણીમાં અપક્ષ માટે એસી,બેબી વોકર, ફૂગ્ગો, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 જેટલાં મુક્ત ચૂંટણી પ્રતીકો જાહેર કરાયાં છે. જેમાં એસી, બેબી વોકર, ફૂગ્ગો, બિસ્કિટ, બ્રેડ ટોસ્ટર, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો અપક્ષ ઉમેદવાર મેળવી શકે છે. રાજકીય પક્ષોની નોંધણી ભારતના ચૂંટણી પંચમાં કરાય છે. જોકે જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે તેને માન્યતા અપાય છે. રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની 2 ટકા બેઠકો અથવા લઘુતમ 3 બેઠકો પર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ. છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના 8 ટકા મળેલા હોવા જોઇએ. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. જ્યારે પક્ષ 40 સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે, જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે. બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવાં મુક્ત પ્રતીકો માટે ડ્રો કરાતો હતો
ગુજરાતમાં એક સમય હતો કે, બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં માગ રહેતી હતી. આવાં પ્રતીકોના ડ્રો કરાતા હતા. જોકે હવે આવાં પ્રતીકો અનામત થઇ ગયાં છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ઘર-રસોડાની વસ્તુનાં 14, સાધનો-વેપારને લગતાં 18 પ્રતીકોનો સમાવેશ
પ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓનાં 14 પ્રતીકો, સાધનો અને વેપારને લગતાં 18 પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતાં 14 પ્રતીકો, વીજળી ઉપકરણો 13, રમત-ગમતનાં 10 અને વાહનોને લગતાં 8 પ્રતીકો છે.
Read Original Article →