આયોજન:1100 બાળકોમાં સંસ્કાર-કારકિર્દીનું ઘડતર કરાશે, સમર કેમ્પમાં અધિકારીઓ પાસેથી સફળતાની ચાવી મેળવશે
રાજ્ય યોગ બોર્ડ દ્વારા સતત ત્રીજા વર્ષે શહેરમાં 11 સ્થળો પર સમર કેમ્પનું આયોજન કરાયું છે. આ સમર કેમ્પમાં આશરે 1100 બાળકો ભાગ લઈ રહ્યા છે. કેમ્પમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની સાથે કારકિર્દી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ અંતર્ગત બાળકો પાસે ‘ભવિષ્યમાં મોટા થઈને શું બનવું છે?’ તે વિષય પર એક નિબંધ લખાવવામાં આવ્યો હતો. જો કોઈ બાળકને ક્રિકેટર, ડોક્ટર, કલેક્ટર કે પોલીસ કમિશનર બનવું હોય, તો વડોદરામાં હાલમાં આ હોદ્દા પર ફરજ બજાવતા અધિકારીઓ કે મહાનુભાવો સાથે તેમની મુલાકાત કરાવાશે. આ મહાનુભાવો પોતાના પદ સુધી કેવી રીતે પહોંચ્યા અને તેમણે કેટલી મહેનત કરવી પડી, તે વિશે બાળકો જાતે જ જાણી શકશે. આનાથી તેમને પોતાની કારકિર્દી ઘડવામાં મદદ મળશે. સમર કેમ્પમાં બાળકોને ભગવતગીતાના શ્લોક અને શાસ્ત્રોક્ત પ્રાર્થનાઓ કંઠસ્થ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, બાળકોમાં સવારે માતા-પિતાને પગે લાગીને જ કેમ્પમાં આવવાની આદત પણ પાડવામાં આવી છે. બાળકો મોબાઈલ પાછળ સમય બગાડવાને બદલે વિવિધ રમતો રમીને તેમજ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ દ્વારા સમયનો સદઉપયોગ કેવી રીતે કરી શકે, તે પણ સમજાવવામાં આવી રહ્યું છે. આ સ્થળો પર સમર કેમ્પના આયોજન સરદાર વલ્લભભાઈ વિદ્યાલય સ્કુલ, આજવા રોડ અરવિંદ સ્કુલ, છાણી ઉર્મી સ્કુલ, સમા-સાવલી રોડ અશોકા પબ્લિક સ્કુલ, સમા રોયલ સ્કુલ, આજવા રોડ અક્ષર ગ્રીન, અટલાદરા રોડ ગોત્રી ગાર્ડન, ગોત્રી ગજાનંદ ગાર્ડન, માંજલપુર સુભાનપુરા ગાર્ડન જિલ્લામાં કુલ 17 સ્થળો પર સવારના 6થી 9 વાગ્યા સુધી સમર કેમ્પ યોજાશે
વડોદરા જિલ્લામાં કુલ 17 સ્થળો પર સમર કેમ્પ યોજાઈ રહ્યાં છે. જેમાં શહેરમાં 11 સ્થળે અને જિલ્લામાં 6 સ્થળો પર સમર કેમ્પ યોજાઈ રહ્યાં છે. પ્રત્યેક સમર કેમ્પમાં 100 બાળકોએ ભાગ લીધો છે. રાજ્ય આયોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આ સતત ત્રીજું વર્ષ છે. સમર કેમ્પ 16થી 30 મે સુધી ચાલશે. જેનો સમય સવારે 6થી 9 વાગ્યાનો રહે છે. > સુનિલ પટેલ, જિલ્લા કોર્ડિનેટર, યોગ બોર્ડ
Read Original Article →