રસ્તો તાત્કાલિક સાફ કરાયો:કારેલીબાગમાં ટ્રેક્ટરમાંથી ઓઇલ ઢોળાતાં મહિલા સહિત 10 વાહનચાલક સ્લિપ થયાં

Gujarat5/16/2026, 12:00:00 AM
રસ્તો તાત્કાલિક સાફ કરાયો:કારેલીબાગમાં ટ્રેક્ટરમાંથી ઓઇલ ઢોળાતાં મહિલા સહિત 10 વાહનચાલક સ્લિપ થયાં
કારેલીબાગ ખાસવાડી સ્મશાન રોડ પર બપોરે 12 વાગ્યાના સુમારે ટ્રેક્ટરમાંથી ઓઇલ રેલાતાં મહિલા સહિત 10 ટુ વ્હીલર ચાલકો સ્લિપ થયાં હતાં. કારેલીબાગ પેટ્રોલપંપ તરફથી ટ્રેક્ટર આવી રહ્યું હતું અને ખાસવાડી તરફથી વળ્યું ત્યાં એક ગટરની ઊંચી ચેમ્બરને અડકી જતાં તેની ઓઇલ ટાંકી તૂટી ગઇ હતી. ગણતરીને પળોમાં જ ઓઇલ રસ્તા પર રેલાઇ ગયું હતું.જેને પગલે એક તરફનો આખો રસ્તો સ્લિપિંગ ઝોન બની ગયો હતો. દરમિયાન ખાસવાડી પાસે જ એક ધાર્મિક સ્થળ ટુ વ્હીલર પર લોકો લપસી જતાં તેમને ઇજા પહોંચી હતી. ફાયરબ્રિગેડે જાણ કરતાં વોર્ડ ઓફિસમાંથી માટી-રેતી ભરેલું ટ્રેક્ટર મોકલાયું હતું અને તેને રસ્તા પર નાખ્યા બાદ સફાઈ કરાઈ હતી. આ અગાઉ આ ઘટનામાં સ્થાનિક વેપારીએ કામચલાઉ ધૂળ-રેતી મગાવી નખાવતા હતા ત્યારે એક વાહનચાલકે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જોકે તેની ગણતરીની મિનિટો બાદ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે રસ્તો બંધ કરવા આ વેપારીએ દુકાન પાસે મૂકેલા કેટલાક બોર્ડને રોડ પર મૂકતાં ચકમક ઝરી હતી.દરમિયાન ફાયરબ્રિગેડ સ્ટાફે કંટ્રોલમાં જાણ કરતાં કારેલીબાગ પોલીસ પણ પહોંચી હતી. આ ઘટનામાં સ્થાનિક કોર્પોરેટરની મધ્યસ્થી બાદ સમાધાન થયું હતું.
Read Original Article →