તાપી જિલ્લા પંચાયત: ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર કર્યા:આવતીકાલે ચૂંટણી, બહુમતીને કારણે બિનહરીફ ચૂંટાવવા નિશ્ચિત

Gujarat5/24/2026, 10:07:42 AM
તાપી જિલ્લા પંચાયત: ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર કર્યા:આવતીકાલે ચૂંટણી, બહુમતીને કારણે બિનહરીફ ચૂંટાવવા નિશ્ચિત
તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી પૂર્વે ઉમેદવારી પત્રો પણ ભરી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતું હોવાથી આ તમામ હોદ્દેદારો બિનહરીફ અથવા પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવે તે નિશ્ચિત છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામો અનુસાર, બુહારી બેઠક પરથી વિજેતા સભ્ય ચંચળબેન દિનેશભાઈ ચૌધરીને પ્રમુખ પદ માટે અને ગુણસદા બેઠક પરથી વિજેતા સભ્ય અશોકભાઈ ધનજીભાઈ ગામીતને ઉપપ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જીતેન્દ્રભાઈ કનુભાઈ ગામીતને પક્ષના નેતા અને અનિલાબેન નિતીનભાઈ ગામીતને દંડક (વ્હીપ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાપી જિલ્લા પંચાયતના તાજેતરના ચૂંટણી પરિણામોમાં કુલ 26 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો પર વિજય મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસને 08 બેઠકો મળી છે. નવા સુકાનીઓ નક્કી કરવા માટે આવતીકાલે સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપના મોવડીમંડળ દ્વારા નામો પર મહોર મારવામાં આવતા પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની બહુમતી જોતા આવતીકાલે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી રહેશે.
Read Original Article →