તાપીમાં રેત માફિયાઓ પર મેગા રેડ:નિઝર અને કુકરમુંડામાં અધિકારીઓ રહેમથી લીઝ અને ખનનસ્થળ જુદાં જુદાં; 2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત

Gujarat6/3/2026, 10:31:59 AM
તાપીમાં રેત માફિયાઓ પર મેગા રેડ:નિઝર અને કુકરમુંડામાં અધિકારીઓ રહેમથી લીઝ અને ખનનસ્થળ જુદાં જુદાં; 2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત
તાપી જિલ્લામાં એક જ સપ્તાહમાં નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી ખનિજ ચોરી કરતા રેતી માફિયાઓ પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે ખાણખનિજ વિભાગે પણ સફાળી જાગી ને કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર વિભાગની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ અચાનક ત્રાટકીને કુલ રૂ. 2.87 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતા સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​ઓપરેશન 1 : કુકરમુંડાના જુના પીપલાસ ગામે પ્રાંત-મામલતદાર ત્રાટક્યા, રૂ.27 લાખનો મુદ્દામાલ સીઝ ​તંત્રની ત્રીજી મોટી કાર્યવાહી કુકરમુંડા તાલુકામાં જોવા મળી હતી. જુના પીપલાસ ગામે આવેલી અલ્પેશ બાબુભાઈ પંચાલની રેતીની લીઝ ઉપર પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ​આ રેડ દરમિયાન લીઝ પર રેતી સંગ્રહ અંતર્ગત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય કોઈ આધાર-પુરાવા રજૂ કરવામાં ન આવતા તંત્રએ કડક વલણ અપનાવી સાદી રેતીનો જથ્થો સીઝ કર્યો હતો. આ સાથે જ ત્યાંથી રેતી ભરીને જતી એક ટ્રકને રોકીને તપાસતા તેની પાસે પણ રોયલ્ટી સહિતના જરૂરી દસ્તાવેજો ન મળતા, ટ્રક સહિત કુલ ₹૨૭ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઓપરેશન 2: કોટલી ગામે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મહારેડ, રૂ.1.86 કરોડનો મુદ્દામાલ જપ્ત બીજી તરફ, જિલ્લા પ્રશાસને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકાના જ કોટલી ગામે આવેલી ભાવેશ પટેલની રેતીની લીઝ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન લીઝ પર રેતી સંગ્રહ સંબંધિત કાગળો, રોયલ્ટી પાસ સહિતના કોઈ પણ જરૂરી દસ્તાવેજી આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. તપાસ દરમિયાન સ્થળ પર હાજર વ્યક્તિઓ દ્વારા રેતી સંગ્રહ સંબંધિત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં હાજર લીઝના માણસો દ્વારા રજૂ કરેલ પુરાવાઓ અને સ્થળની વિગતો અલગ જણાઇ આવતા રૂ.1.39 કરોડનો સામાન સીઝ કરવામાં આવ્યો હતો. લીઝના એરિયાની માપણી કરી લીઝનો કોડ તાત્કાલીક અસરથી બંધ કરવા ભૂસ્તર વિભાગને જાણ કરાઈ હતી. દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે ધમધમતા આ નેટવર્ક પર તંત્રએ કાયદાનો સકંજો કસતા સ્થળ પરથી: 16 હોડીઓ, 5 હિટાચી મશીન, 7 મોટા ચારણા સાદી રેતીનો જથ્થો અને રેતી ભરેલી 1 ટ્રક સહિત અંદાજિત રૂ. 1.86 કરોડનો મસમોટો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારી યુસુફ શેખના કહ્યા પ્રમાણે જુના પીપલાસ ગામે નિઝર પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા દરોડા પાડીને અલ્પેશ પંચાલના માલિકીની રેતીની લિઝ સીઝ કરવામાં આવી છે તે બંને નદીની વચ્ચે છે જેથી તે ગમે તે બાજુથી રેતીનું ઉત્ખનન કરી શકે છે, જ્યારે કોટલી ગામે ચાલી રહેલી રેતીની લિઝ પર નિઝર પ્રાંત અધિકારી ફરી દરોડા પાડી રૂ. 1.39 કરોડની ભાવેશ પટેલની રેતીની લિઝ ગેરકાયદેસર નહીં પરંતુ માન્યતા વાળી છે એમ જણાવ્યું હતું. જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા તેઓને પૂછવામાં આવ્યું કે, આ લીઝ આટલા સમયથી ચાલી રહી હતી ત્યારે તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં પગલા કેમ લેવા માં ન આવ્યા ત્યારે ભૂસ્તર અધિકારીએ જણાવ્યું કે લીઝ ધારક પાસે તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે જ્યારે આજ બાબતે નિઝર પ્રાંત અધિકારીએ દસ્તાવેજો ચકાસતા લીઝનું ઉત્ખનન સ્થળ કુકરમુંડા તાલુકાનું ગોરાસે ગામ હતું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આટલા સમય થી ચાલી રહેલી ગેરકાયદેસર રેતીની લીઝો ભૂમાફિયાઓ માટે સોનાની બિસ્કિટ સમાન કહી શકાય. નિઝર પ્રાંત અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, ભાવેશ પટેલની લિઝ પર એમના દ્વારા પુરાવા મુજબ કુકરમુંડા તાલુકાનાં ગોરસા ગામમાં મંજૂર થઈ છે અને તેઓ ઉત્ખનન સ્થળ નિઝર તાલુકાના કોટલી ગામમાં છે. જેના અનુસંધાનમાં હાલ ભૂસ્તર શાસ્ત્રીને માપણી કરવા અને લીઝ કોડ પણ બંધ કરવા પ્રાંત અધિકારી જણાવ્યું છે. (ઓફ કેમેરા તેઓએ જણાવ્યું હતું કે, ભાવેશ પટેલની લિઝ અગર જો લીગલી લિઝ હોય તો વહીવટી તંત્ર રેતીની લિઝને સીઈઝ ન કરી શકત, સાથે જૂના પીપલાસ ગામે પણ અપ્લેશ પંચાલની લિઝ ગેરકાયદેસ ચાલી રહી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમને મળેલી પરવાનગી મુજબ તેઓ નિઝર તાલુકાના કોટલી ગામની સીમમાંથી ઉત્ખનન કરી શકે પરંતુ તેઓ કુકરમુંડા તાલુકાનાં જુના પીપલાસ ગામે થી રેતીનું ઉત્ખનન કરી રહ્યા હતા જેથી તેઓ ગેરકાયદેસર રીતે લિઝ ચલાવી રહ્યા હોવાનું સાબિત થતું હતું.) ઓપરેશન 3: નિઝરના સુલવાડા ગામ નજીકથી વહેતી તાપી નદીના પટમાં રાત્રિના અંધકારનો લાભ લઈ કેટલાક ભૂમાફિયાઓ આધુનિક સાધનો વડે બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી ભૂસ્તર વિભાગને મળી હતી. બાતમીના આધારે અધિકારીઓની ટીમે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં સુલવાડા ગામે નદી કિનારે અચાનક દરોડા પાડ્યા હતા. તંત્રએ સ્થળ પરથી રેતી ભરેલા તેમજ ખનન માટે ઉપયોગમાં લેવાતા 3 ડમ્પર અને અન્ય આધુનિક સાધનો સહિત અંદાજે રૂ.75 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તંત્રની આ ઉપરાઉપરી તડાતોડ કાર્યવાહી બાદ હવે સ્થાનિક સ્તરે અનેક આકરા સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર વાહનો અને સાધનો સીઝ કરીને સંતોષ મનાશે કે પછી આ આખા રેતુચોરીના કૌભાંડ પાછળ છુપાયેલા 'સફેદપોશ જવાબદારો' સામે પણ કોઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવશે?
Read Original Article →