કલેક્ટરને આવેદનપત્ર:વ્યારા કુંભારવાડમાં રહીશોનો ગેરકાયદે બાંધકામના આક્ષેપ

Gujarat5/21/2026, 12:00:00 AM
કલેક્ટરને આવેદનપત્ર:વ્યારા કુંભારવાડમાં રહીશોનો ગેરકાયદે બાંધકામના આક્ષેપ
વ્યારા શહેરના કુંભારવાડ વિસ્તારના રહેવાસીઓએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સિટી સર્વે નં. 3133 સંબંધિત મુદ્દે કાર્યવાહી માગી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદે બાંધકામ કરીને વસવાટ કરી રહ્યા છે. વાડીવાલા ટાઉનશીપ તરીકે ઓળખાતો વિસ્તાર મંજૂર સોસાયટી વગર ઉભો કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આવેદનમાં જણાવાયું છે કે આરીફ મહેબૂબ શાહ સહિત કેટલાક લોકો દ્વારા તેમની માલિકીની જમીન પર ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે. આ મામલો હાલ નાયબ કલેક્ટર કચેરીમાં પેન્ડિંગ હોવાનું રહેવાસીઓએ જણાવ્યું. રહેવાસીઓનો આરોપ છે કે મામલો પેન્ડિંગ હોવા છતાં સિટી સર્વે વિભાગના અધિકારીઓ વારંવાર માપણી માટે આવી દબાણ ઊભું કરે છે. માપણી પહેલાં સત્તાવાર નોટિસ અપાતી નથી. કચેરી સમય બાદ પણ કાર્યવાહી કરવાનો પ્રયાસ થાય છે. આવેદનમાં સિટી સર્વેના કર્મચારીઓ અને પોલીસ વિભાગ પર એકતરફી વલણ દાખવવાનો આક્ષેપ પણ કરાયો છે. રહેવાસીઓએ નિષ્પક્ષ તપાસ, ખોટી લેન્ડ ગ્રેબિંગ અરજી રદ કરવા અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Read Original Article →