પ્રમુખ તરીકે બાળરોગ નિષ્ણાંત ડૉ. પ્રિયા પટેલ ,માત્ર ઉપપ્રમુખ અનુભવી:વ્યારા પાલિકામાં એક સભ્યને બાદ કરતા આખી ટીમ 40 વર્ષથી નાની
વ્યારા નગરપાલિકાના પ્રમુખપદને લઈને ચાલી રહેલી રાજકીય રસાકસી અને અટકળોનો અંત આવ્યો છે. ભારતીય જનતા પક્ષ દ્વારા આજે બપોરેપ્રમુખ અને ઉપપ્રમુખ માટે સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ દાસુભાઈ વસાવાના અધિકાર પત્રના આધારે પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી આગેવાનોની પસંદગી કરી છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપે આ વખતે મહિલાઓને પ્રાધાન્ય આપવાની રણનીતિ હેઠળ ડૉ. પ્રિયાબેન પટેલને પ્રમુખપદની મહત્વની જવાબદારી સોંપી છે. આ નવી ટીમની ખાસિયત એ છે કે તેમાં યુવા ચહેરાને વિશેષ સ્થાન મળ્યું છે. નવનિર્વાચિત ઉપપ્રમુખ અનિશકુમાર ચૌધરી (54 વર્ષ) સૌથી વરિષ્ઠ છે, જ્યારે પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો 40 વર્ષથી ઓછી ઉંમરના છે. પક્ષે વરિષ્ઠોના અનુભવ સાથે યુવા જોશને આગળ વધારવા પ્રયોગ કર્યો છે. નગરપાલિકાના નૂતન પ્રમુખ ડૉ. પ્રિયા મયંકભાઈ પટેલ વ્યવસાયે પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) છે. ઉચ્ચ ડિગ્રી મેળવી આરોગ્ય સેવામાં કાર્યરત હોવાને કારણે તેઓ સ્થાનિકોની સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતોથી વાકેફ છે. મેડિકલ પ્રોફેશન બાદ હવે તેઓ જાહેર જીવનના મુખ્ય પ્રવાહમાં સક્રિય થઈ રહ્યા છે, જેથી નગરમાં આરોગ્ય, સ્વચ્છતા અને બાળ કલ્યાણ જેવા વિષયોને પ્રાથમિકતા મળે તેવી લોકઅપેક્ષા છે. વ્યારાના પ્રથમ નાગરિક બાળરોગ નિષ્ણાંત શહેરમાં વધતી વસતીને ધ્યાને રાખીને પીવાના પાણીની વ્યવસ્થા મજબૂત કરવી. ચોમાસું શરૂ થાય તે પહેલાં ગટર અને ડ્રેનેજ લાઈનોની સફાઈ કરી નિકાલની સમસ્યા ઉકેલવી. શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોની બિસ્માર હાલત સુધારી બહેતર કનેક્ટિવિટી આપવી. સફાઈ અભિયાન વધુ વેગવંતું બનાવવું અને સ્ટ્રીટ લાઈટની અનિયમિતતા દૂર કરવી. નગરપાલિકાના ખોરંભે પડેલા કે અટકેલા અગત્યના પ્રોજેક્ટ્સને ઝડપથી ગતિ આપવી. નવી કમિટીના પદાધિકારીઓની યાદી | { પ્રમુખ | ડૉ. પ્રિયાબેન પટેલ { ઉપપ્રમુખ | અનિશકુમાર ચૌધરી { કારોબારી ચેરમેન | તેજસભાઈ પંચાલ { પક્ષના નેતા | જયેશભાઈ રાઠોડ { દંડક | હેતલબેન ભદાણે
Read Original Article →