વ્યારામાં અકસ્માત સર્જી ફરાર કન્ટેનર ચાલક ઝડપાયો:કાકરાપાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો

Gujarat6/4/2026, 3:00:43 PM
વ્યારામાં અકસ્માત સર્જી ફરાર કન્ટેનર ચાલક ઝડપાયો:કાકરાપાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો
તાપી જિલ્લાના વ્યારા-માંડવી નેશનલ હાઇવે પર ચિખલવાવ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જી ફરાર થયેલા કન્ટેનર ચાલકને કાકરાપાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ અકસ્માત 2 જૂનના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ અજાણ્યો કન્ટેનર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનર નંબર MH 18 BG 4615 ને ટ્રેસ કર્યો અને તેના ચાલક યોગેશ મધુકર પાટીલને ઝડપી પાડ્યો.પૂછપરછ દરમિયાન આરોપી યોગેશ પાટીલ કેફી પીણું (દારૂ) પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૮૫ હેઠળ અલગથી ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની 3 જૂનના રોજ રાત્રે10.30 વાગ્યે ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →