હેલ્થ ચેકઅપ કરાયું:હેલ્થ અભિયાન : તાપી જિલ્લામાં એક વર્ષમાં 4741 કેમ્પ યોજી સઘન ચેકઅપ કરાયું

Gujarat5/17/2026, 12:47:21 AM
હેલ્થ ચેકઅપ કરાયું:હેલ્થ અભિયાન : તાપી જિલ્લામાં એક વર્ષમાં 4741 કેમ્પ યોજી સઘન ચેકઅપ કરાયું
આધુનિક જીવનશૈલી સાથે લોકોમાં બિનસંચારી રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ આજે ગ્રામ્યથી લઈ શહેરી વિસ્તારો સુધી ઝડપથી ફેલાતી ગંભીર આરોગ્ય સમસ્યા બની છે. શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણો દેખાતા ન હોવાથી તેને “સાઇલેન્ટ કિલર” તરીકે ઓળખવામાં આવે છે. લાંબા સમય સુધી બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન રહે તો હૃદયરોગ, સ્ટ્રોક, કિડની અને આંખોની ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. દર વર્ષે 17 મેના રોજ ઉજવાતા વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગામડાંથી લઈને શહેર સુધી આરોગ્ય જાગૃતિ કેમ્પો, બ્લડપ્રેશર ચેકઅપ અને બિનસંચારી રોગોની તપાસની કામગીરી સતત કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાર્ગવ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં વર્ષમાં 4.25 લાખથી વધુ નાગરિકોની બ્લડપ્રેશર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 60 હજારથી વધુ હાઇપરટેન્શનના દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. આવા દર્દીઓને સમયસર સારવાર, દવાઓ તેમજ નિયમિત અનુસરણ સેવા પણ આપવામાં આવી રહી છે. સાઇલેન્ટ કિલર : WHO ના અહેવાલો મુજબ, હાઇપરટેન્શન ધરાવતા લગભગ 46 % લોકોને ખબર જ નથી હોતી કે તેઓ આ બીમારીનો ભોગ બન્યા છે. કારણ કે આ એક લક્ષણો વિનાની બીમારી છે, તાપીમાં પણ જો આ 4.25 લાખ લોકોનું ચેકઅપ ન થયું હોત, તો આ 60 હજાર દર્દીઓ ક્યારેય સામે ન આવ્યા હોત અને ભવિષ્યમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ભોગ બન્યા હોત. પહેલાં આ બીમારી મોટી ઉંમરના લોકોમાં જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનો પણ શિકાર બની રહ્યા છે. નિયમિત બ્લડપ્રેશર (BP) ચેકઅપ કરાવવું રોજિંદા જીવનમાં સંતુલિત આહાર અને કસરત-યોગને સ્થાન આપવું પ્રારંભિક તબક્કામાં જ નિદાન કરાવી ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવા લેવી વધુ પડતું મીઠું અને તેલવાળો અનિયમિત આહાર માનસિક તણાવભર્યું જીવન અને પૂરતી ઊંઘનો અભાવ શારીરિક કસરત કે યોગનો અભાવ ધૂમ્રપાન અને દારૂનું સેવન યોજાયેલા કેમ્પ : ૪,૭૪૧ આરોગ્ય જાગૃતિ કેમ્પ યોજાયા કુલ તપાસ : ૪.૨૫ લાખથી વધુ નાગરિકોનું બ્લડપ્રેશર ચેકઅપ દર્દીઓની ઓળખ : ચેકઅપ દરમિયાન ૬૦ હજારથી વધુ હાઇપરટેન્શનના નવા દર્દીઓ મળ્યા તુરંત સારવાર : ઓળખાયેલા તમામ દર્દીઓને સમયસર મફત સારવાર, દવાઓ અને રેગ્યુલર ફોલોઅપ
Read Original Article →