આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ:ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક ગુના આચરનાર રીઢો વાહનચોર દબોચાયો
વ્યારામાં નોંધાયેલા પીકઅપ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોર્ડની સંયુક્ત ટીમે ઝડપી પાડી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે વ્યારાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અઝીઝ મુખ્તાર મલિક (ઉ.વ. 54), રહે.ધુલે (મહારાષ્ટ્ર)ને ઝડપી લેવામાં આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પીકઅપ ચોરીના ગુનામાં પોતાની સંડોવણી કબૂલી હતી. તેમજ વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે. જેમાં નાસીકના સદાનંદ ઉર્ફે સંજુ મુરલીધર અમ્રુતકર અને અવધેશ નારાયણ ઉપાધ્યાય હાલ ફરાર છે. અઝીઝનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ અઝીઝ મુખ્તાર મલિક સામે મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગંભીર ગુનાઓના કુલ 9 કેસ નોંધાયેલા .વર્ષ 2010માં છત્રપતિ સંભાજીનગર જિલ્લાના બીડકીન પોલીસ મથકે લૂંટ, ધમકી અને ચોરીના માલની ખરીદી-વેચાણ સંબંધિત ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ધુલે જિલ્લાના સાકરી પોલીસ મથકે ચોરી અને અકસ્માત સંબંધિત બે ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2021 અને 2022 દરમિયાન થાણે જિલ્લાના શાંતિનગર, ભિવંડી અને કપુરવાડી પોલીસ મથકોમાં વાહનચોરીના સતત પાંચ ગુનાઓ નોંધાયા હતા. ઉપરાંત સેલવાસા પોલીસ મથકે વિશ્વાસઘાત, મિલકતનો ગેરવહીવટ અને ચોરીના માલના ગુનામાં પણ તેનું નામ ખુલ્યું હતું.
Read Original Article →