સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:સુરેન્દ્રનગર, વઢવાણની બોર્ડર પરના વોર્ડ નં. 11માં સૌથી ઓછા મતદારો

Gujarat4/8/2026, 12:00:00 AM
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ‎‎ચૂંટણીમાં ગામડાઓ ભળવાને ‎‎કારણે વોર્ડ મોટા થયા છે અને ‎‎મતદાનમાં પણ વધારો થયો છે.‎ત્યારે જોરાવરનગર અને‎વઢવાણની બોર્ડર ઉપર આવેલા‎વોર્ડ નં. 11 એવો છે કે જેના મતમાં ‎‎3125નો ઘટાડો થયો છે.‎ ગત ચૂંટણીમાં આ વોર્ડમાં‎15056 મતદારો હતા. જ્યારે આ‎ચૂંટણીમાં 11931 મતદારો છે. તેનું‎મુખ્ય કારણ વઢવાણના જે‎વિસ્તારો હતા તેનો વોર્ડ નં. 12માં‎સમાવેશ કરવામાં આવ્યો અને‎જોરાવરનગરમાંથી આ વોર્ડમાં‎ઓછા વિસ્તારોનો સમાવેશ થતા‎વોર્ડ નાનો થઇ ગયો હતો. વોર્ડ‎નાનો હોવા છતાં હાર જીત માટે‎રસા કસી જામશે. મનપામાં નવા‎વોર્ડની રચના કરવામાં આવી તેમાં‎પાલિકાના સમયમાં વઢવાણનો‎ દાજીપરા, શિવરંજની અને રેલવે‎સ્ટેશનની આજુ બાજુ તથા‎ડાંગસીયા વસાહતનો વોર્ડ નં‎12માં સમાવેશ કરવામાં આવ્યો‎છે. જ્યારે સામે જોરાવરનગર‎રેલવે સ્ટેશન, લાતી બજાર, કંસારા‎બજારનો આ વોર્ડમાં સમાવેશ‎કરવામાં આવ્યો છે.‎ જેમાં વઢવાણના વધુ મત વોર્ડ‎નં 12માં જતા રહેતા આ વોર્ડ‎નાનો થઇ ગયો છે. ગત પાલિકાની‎ચૂંટણીમાં આ વોર્ડ માંથી 3‎ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર‎વિજયી થયા હતા.‎
Read Original Article →