સુરેન્દ્રનગરના શમા જિંદાણીના વડનગર વારસાના ચિત્રો:વિશ્વ પર્યાવરણ દિવસે વડનગર ખાતે પ્રદર્શિત થશે

Gujarat6/4/2026, 11:24:37 AM
સુરેન્દ્રનગરના શમા જિંદાણીના વડનગર વારસાના ચિત્રો:વિશ્વ પર્યાવરણ દિવસે વડનગર ખાતે પ્રદર્શિત થશે
વડનગરના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે તાજેતરમાં ‘વર્લ્ડ આર્ટ ડે’ નિમિત્તે એક લાઈવ પેઇન્ટિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. ‘વડનગરનો વારસો’, ‘આર્ટ ડેસ્ટીનેશન’ અને ‘ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ’ દ્વારા આયોજિત આ કેમ્પમાં ગુજરાત સહિત દેશભરના કલાકારોએ ભાગ લીધો હતો. સુરેન્દ્રનગરના જાણીતા ચિત્રકાર શમા જિંદાણીની પણ આ કેમ્પ માટે વિશેષ પસંદગી કરવામાં આવી હતી, જે ઝાલાવાડ પંથક માટે ગૌરવની વાત છે. આ આર્ટ કેમ્પમાં દેશભરમાંથી આવેલા આશરે 35 જેટલા નામાંકિત કલાકારોએ વડનગરની ઐતિહાસિક ધરોહર, સ્થાપત્યો અને સંસ્કૃતિને પોતાની અનોખી શૈલીમાં કેનવાસ પર કંડારી હતી. કલાકારો દ્વારા તૈયાર કરાયેલી આ કલાકૃતિઓ આગામી વિશ્વ પર્યાવરણ દિવસ, 05 જૂન, 2026 ના રોજ એક ભવ્ય ચિત્ર પ્રદર્શન સ્વરૂપે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં સુરેન્દ્રનગરના પ્રતિભાશાળી આર્ટિસ્ટ શમા જિંદાણી દ્વારા પર્યાવરણ અને વડનગરના વારસાને દર્શાવતા સુંદર ચિત્રો પ્રદર્શિત કરાશે. તેમની આ કલાત્મક સિદ્ધિથી સુરેન્દ્રનગરના કલા જગતમાં ખુશીનો માહોલ છે અને પર્યાવરણ દિવસે તેમના ચિત્રો કલાપ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન શુક્રવાર, 05 જૂન 2026 ના રોજ સવારે 10:30 વાગ્યે વડનગરના અમથુ તળાવ, તાનારીરી ગાર્ડન ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શન કલા અને પ્રકૃતિના અદભુત સમન્વય સમાન બની રહેશે.
Read Original Article →