વઢવાણ તાલુકા પંચાયતમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી:ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના નામો જાહેર

Gujarat5/23/2026, 9:58:33 AM
વઢવાણ તાલુકા પંચાયતમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી:ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના નામો જાહેર
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વઢવાણ તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ વરણીમાં નીતાબા શક્તિસિંહ ખેરને પ્રમુખ તરીકે, વસંતબેન બળદેવભાઈ કમેજળીયાને ઉપપ્રમુખ તરીકે અને વિશાલભાઈ કાળુભાઈ ચૌહાણને કારોબારી ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે.
Read Original Article →