વઢવાણ આંગણવાડીને ટી.વી.નું દાન મળ્યું:ICDS શાખાએ દાતા ઉષાબેન અને મંજુબેનનો આભાર માન્યો

Gujarat5/21/2026, 12:30:46 PM
વઢવાણ આંગણવાડીને ટી.વી.નું દાન મળ્યું:ICDS શાખાએ દાતા ઉષાબેન અને મંજુબેનનો આભાર માન્યો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-1 હેઠળના આંગણવાડી કેન્દ્ર નંબર-56 ખાતે બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણને આધુનિક બનાવવાના હેતુથી ટી.વી.નું દાન કરવામાં આવ્યું છે. દાતા ઉષાબેન રાઠોડ અને મંજુબેન રેશમીયા દ્વારા આંગણવાડી કેન્દ્રને આ ટી.વી. અર્પણ કરાયું હતું. આ ટી.વી.ના માધ્યમથી આંગણવાડીના બાળકોને શૈક્ષણિક વીડિયો, બાળગીતો અને વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ ડિજિટલ માધ્યમથી સરળતાથી બતાવી શકાશે. આનાથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધશે અને તેમની શીખવાની ઉત્સુકતામાં વધારો થશે. ICDS સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા દાતાઓનો આ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાજના આવા સક્રિય સહયોગથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને સુવિધાઓ મળી રહી છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે ઉપસ્થિત આંગણવાડી કાર્યકર બહેનો અને સ્થાનિક આગેવાનોએ પણ દાતાઓની સેવાભાવનાની પ્રશંસા કરી હતી. આગામી સમયમાં પણ સમાજના સહકારથી બાળ વિકાસના કાર્યોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Read Original Article →