વઢવાણ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓનું સન્માન:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સ્વાગત કર્યું

Gujarat5/23/2026, 11:13:26 AM
વઢવાણ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓનું સન્માન:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સ્વાગત કર્યું
વઢવાણ તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓનું નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત સમારોહ જગદીશભાઈ મકવાણાના જનસંપર્ક કાર્યાલય "કર્તવ્યયમ" ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ નિતાબા ખેર, ઉપ પ્રમુખ વસંતબેન કમેજળીયા, કારોબારી ચેરમેન વિશાલભાઈ ચૌહાણ, પક્ષના નેતા અંબારામભાઈ દેવૈયા અને દંડક કાજલબેન ટાક સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વઢવાણના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ નવનિયુક્ત પદાધિકારીઓને જનતાનો વિશ્વાસ જાળવી રાખી, જનસેવા અને વિસ્તારના સર્વાંગી વિકાસના કાર્યોમાં અગ્રેસર રહેવા જણાવ્યું હતું. તેમણે પદાધિકારીઓના આગામી કાર્યકાળ લોકહિતના કાર્યોથી ઉજ્જવળ બને તેવી આશા વ્યક્ત કરી હતી.
Read Original Article →