વઢવાણની પ્રાથમિક શાળા શહીદ જયપાલસિંહના નામે:દેશ માટે બલિદાન આપનાર વીરના સન્માનમાં નામકરણ

Gujarat4/12/2026, 11:02:04 AM
વઢવાણની પ્રાથમિક શાળા શહીદ જયપાલસિંહના નામે:દેશ માટે બલિદાન આપનાર વીરના સન્માનમાં નામકરણ
વઢવાણ શહેરની પ્રાથમિક શાળા નંબર ૧૪, હુડકોનું નામકરણ દેશ માટે શહીદી વહોરનાર વીર જયપાલસિંહ ભુપતસિંહ બારડના સન્માનમાં કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને શાળા સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અગાઉ દાજીપુરા પ્રાથમિક શાળાને શહીદના નામે ઓળખ અપાઈ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તે શાળા બંધ કરાતાં સ્થાનિક દેશપ્રેમી યુવાનોમાં રોષ હતો. આથી, હુડકો વિસ્તારની પ્રાથમિક શાળાને શહીદનું નામ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. નામકરણ વિધિ પ્રાથમિક શાળા નંબર ૧૪, હુડકો સોસાયટી ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના દેશપ્રેમ અને બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની અંજલિ પાઠવવામાં આવી હતી.
Read Original Article →