Live Updates

ભૂમાફિયાઓનું વ્હોટસઅપ જાસૂસી ગ્રુપ:બે ડઝન એડમિન ઝબ્બે : બેરોજગારોની ખબરી તરીકે ભરતી, પોલીસ - ખનિજ વિભાગની રજેરજની માહિતી, લાઇવ લોકેશનની ખનિજ ચોરોને જાણકારી અપાતી

Gujarat5/24/2026, 12:00:00 AM
ભૂમાફિયાઓનું વ્હોટસઅપ જાસૂસી ગ્રુપ:બે ડઝન એડમિન ઝબ્બે : બેરોજગારોની ખબરી તરીકે ભરતી, પોલીસ - ખનિજ વિભાગની રજેરજની માહિતી, લાઇવ લોકેશનની ખનિજ ચોરોને જાણકારી અપાતી
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી રહેલા સરકારી તંત્રની જાસૂસી કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી વ્હોટ્સ અપ ગ્રુપ દ્વારા ટીમોની જાસૂસી કરતા 24 જેટલા ગ્રુપ એડમિનને ઝડપી લીધા છે. આ લોકોએ તંત્રની જાસૂસી કરવા માટે ખતરનાક ષડયંત્ર રચ્યા હતા. તેઓ 12 કલાકની શિફ્ટમાં કામ કરતા હતા. ખાસ કરીને બેરોજગાર અને ખણખોદિયા લોકોને ગ્રુપમાં ખબરીઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવતી. અધિકારીઓ, કર્મચારીઓની રૅડ દરમિયાનની કે તે સિવાયની હિલચાલ પર નજર રાખી ભૂમાફિયાઓને વ્હોટ્સ અપ ગ્રુપના માધ્યમથી જાણકારી આપવાની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી હતી. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું નેટવર્ક તુટ્યુ પોલીસ: અધિકારીઓની રેડની બાતમી આપતા વોટ્સએપ ગ્રુપના 24 એડમિનો ઝડપાયા. જેમાં જેમાં થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ગ્રુપ ચલાવતા 24 ગ્રુપ એડમિનને આજે ઝડપી લીધા હતા. તંત્રના ધ્યાને આવ્યું હતું કે, જ્યારે પણ લોકલ પોલીસ, ખાણ ખનીજ વિભાગ કે આર.ટી.ઓની ટીમ રેડ કરવા નીકળે ત્યારે ખનીજ માફિયાઓ સુધી તેની માહિતી અગાઉથી જ પહોંચી જતી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ માફિયાઓએ ખાસ વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હતા, જેના દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની ગતિવિધિઓ પર દેખરેખ રાખીને પળેપળના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા. ખનન માફિયા અને ટ્રેકટર ચાલકો આ ગ્રુપ એડમિનો અને બાતમીદારોને બાતમી બદલ મહિને ચોક્કસ રકમ ચૂકવતા હતા. બાતમીદારો પાનના ગલ્લા, દુકાનો જેવી જગ્યા પર બેસી તપાસ ટીમની ખબર રાખતા થાન, મુળી, સાયલા જ્યાં કોલસો, માટી, સીલીકા ખનન ચાલતું હોય તેનાથી થોડી દૂર દર કિલોમીટરે ખબરી ઊભા રહેતા હતા. કેટલાક બાતમીદારો સતત ફરતા રહે અને નાની મોટી દુકાનો જેવી કે પંચર, ગલ્લા, ચા - નાસ્તાની હોટલો પર બેસી સરકારી કર્મચારીઓની મૂવમેન્ટ પર ધ્યાન રાખતા. આ લોકો કોઇને ખબર ના પડે તે માટે ગ્રાહકના સ્વાંગમાં બસેતી અને દર 12 કલાકની શિફ્ટમાં બદલાતા રહેતા હતા. જેંવુ સરકારી વાહન નીકળે એટલે તરત તેઓ એક્ટીવ થઇ જતા અને તંત્રની ટીમના ફોટા અને લોકેશન ગ્રુપમાં શૅર કરતા જેથી ભૂમાફિયા નાસી જતા અને દરોડો નિષ્ફળ જતો. વિસ્તાર વાઈસ ગ્રુપ એટમિન થાનગઢ ગ્રુપ : (1) કાના કમેજળિયા - મનડાસર (2) નીલેશ કઢેસિયા - સોનગઢ (3) સોહિલ કલાડિયા - થાનગઢ (4)ગોપાલ ડાભી - રાવરાણી (5) જયરાજ ખાચર - થાનગઢ (6) વાઘાભાઇ ખટાણા - વેલાળા સાયલા-ચુડા ગ્રુપ : (1) પંકજ કોઠારિયા : નવી મોરવાડ (2) વિક્રમ જોગરાણા - જસાપર સાયલા (3) રણછોડ અમરાભાઇ - રાતકડી સાયલા (4) મહેશ ભલાડા - ગુંદીયાવડા (5) ભગાભાઇ ચોહલા - જસાપર સાયલા મુળી ગ્રુપ : (1) ભલુ (નટુ) સારલા - દેવપરા (2) નીલેશ ઉફે લીલા લોહ - ખાખરાથળ (3) રૂપેશ જગાભાઇ રબારી - ખાખરાથળ (4) નવઘણ ઉર્ફે ધના અઘારા - દેવપરા (5) વિષ્ણુ અગોલા - ગઢડા મૂળી (6) ટીકુ અગોલા - ગઢડા મૂળી (7) માધુ અગોલા- ગઢડા મૂળી (8) ગિરીરાજ મકવાણા - વડોદ (9) અરજણ સાકરિયા : નાના કેરાળા (10) દશરથ રાઠોડ - મોટા મઢાદ ચોટીલા ગ્રુપ : (1) નાગરાજ ખાચર - જાનીવડલા (2) વિપુલ બોહકીયા - દેવસર (3) રામજી સુરેલા - પાજવાળી 40 બાતમીદારની તપાસમાં 23 એડમિનના નામ ખૂલ્યા છેલ્લા અઠવાડિયા દરમિયાન પોલીસે પાનના ગલ્લા, હોટેલો અને જાહેર જગ્યાઓ પર બેસી સરકારી વાહનોની વોચ રાખતા આશરે 40 જેટલા શખસોને પકડ્યા હતા. તેમના મોબાઇલની ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે તેઓ જુદા જુદા વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી ખનન માફિયાઓને પોલીસ લોકેશન શેર કરતા હતા. આજે આવા 23 વોટ્સએપ ગ્રૂપના એડમિનોની અટકાયત કરાઇ છે. - { પ્રેમસુખ ડેલુ, જિલ્લા પોલીસ વડા
Read Original Article →