વાહનચાલકોને હાલાકી:શહેરમાં SBI બહાર ગ્રાહકો માટે પાર્કિંગ નથી, બહાર મૂકેલા વાહનોને પોલીસ દંડે છે

Gujarat4/9/2026, 2:01:49 AM
વાહનચાલકોને હાલાકી:શહેરમાં SBI બહાર ગ્રાહકો માટે પાર્કિંગ નથી, બહાર મૂકેલા વાહનોને પોલીસ દંડે છે
સુરેન્દ્રનગર શહેરના આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સામે આવેલી ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ ચોકડીના કોર્નર પર જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આવેલી હોવાથી અહીં ગ્રાહકોની ભારે અવરજવર રહે છે, પરંતુ પાર્કિંગના અભાવે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની આર્ટસ કોલેજ ચોકડી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં રોજના મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે. બેંક પાસે પૂરતી પાર્કિંગ જગ્યા ન હોવાથી ગ્રાહકો વાહનો રોડની આજુબાજુ જ પાર્ક કરે છે. જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. રોડ પર આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા અહીં દંડની કાર્યવાહી કરાય છે. ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારવામાં આવે છે. આમ વાહન પાર્કિંગના અભાવે ગ્રાહકોને ભોગ બનવું પડે છે. બેંકના પાર્કિંગ આગળ આડસો મૂકેલી બેંક આગળ પાર્કિંગની સુવિધા છે. પરંતુ આ વ્યવસ્થા જાણે બેંકના કર્મચારીઓ કે અન્ય લોકો માટે હોય તેમ પાર્કિંગ આગળ જ આડસો મૂકી દેવામાં આવતી હોવાની પણ લોકોમાં રાવ ઉઠી છે. જેના કારણે ગ્રાહકો પોતાના વાહનો આ પાર્કિંગ સ્થળે પણ લઇ શકતા નથી.
Read Original Article →