બ્રિજ પર હાલ ઠેર ઠેર નાના મોટા ખાડા:સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતા આવતા બ્રિજ પર ખાડા રાજ, ચાલકોને હાલાકી
સુરેન્દ્રનગરના રહીશોને જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જવા માટે નાળા પરથી થઇ પસાર થવું પડતું હતું. ભોગાવો નદીમાં પાણી આવે ત્યારે લોકોને પસાર થવામાં મુશ્કેલી થતી હતી. ત્યારે તંત્ર દ્વારા અહીં બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ પર હાલ ઠેર ઠેર નાના મોટા ખાડા પડી ગયા છે. આથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી થાય છે. તસવીર : હેમાંગ રાવલ (તમારા વિસ્તારની આ પ્રકારની સમસ્યાઓ અમને જણાવો... વોટ્સએપ નં. 90994 54435)
Read Original Article →