પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર સદંતર નિષ્ફળ:પાણીની પરબોને તાળા, તંત્રે પગથિયે પગથિયે કેરબા મૂક્યા પણ પાણી પીવા ગ્લાસ નહીં !
સુરેન્દ્રનગર શહેરના ખેરાળી રોડ પર નવનિર્મિત બહુમાળી ભવનમાં સરકારી કચેરીઓ આવેલી છે. પરંતુ પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં કરોડોના ખર્ચે બિલ્ડિંગો તૈયાર થઈ, નળ અને પરબો પણ ફીટ કરી દેવાયા, પરંતુ તેમાં પાણીનું એક ટીપું પણ આવતું નથી. હાલત એવી છે કે તરસ્યા અરજદારોએ નળ જોઈને જ પાછા વળવું પડે છે.ત્યારે તંત્ર દ્વારા બિલ્ડિંગના પગથીયા તેમજ કચેરીઓની આજુબાજુ પાણીના કેરબાની વ્યવસ્થા કરાઇ હતી. જેના કારણે અહીં આવતા અરજદારો સહિતના લોકોને રાહત થઇ હતી. બહુમાળી ભવનના બીજા માળે આવેલા વોટર રૂમ પર હાલ તાળા લટકી રહ્યા છે. આ સંકુલમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ બીજા અને ત્રીજા માળે આવેલી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મોટી સંખ્યામાં અરજદારો અને ખાસ કરીને વૃદ્ધો જ્યારે પોતાના કામ માટે અહીં પહોંચે છે. ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે તેઓએ એક ઓફિસથી બીજી ઓફિસ ભટકવું પડે છે. બહુમાળી ભવનમાં પાણીની પરબો સજ્જ કરવામાં આવી છે. આથી લોકોની માંગ છે કે જો આટલી મોટી બિલ્ડિંગ બનાવી હોય તો અરજદારો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા તાકીદે શરૂ કરવી જોઈએ તેવી માંગ ઉઠી હતી. નછૂટકે પૈસા ખર્ચીને પાણીની બોટલ લેવી પડે છે
આ કચેરીઓમાં શહેરી તેમજ ગામડાના છેવાડાના વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. અમે દૂર ગામડેથી કામ માટે આવ્યા છીએ. અહીં નળ તો દેખાય છે પણ પાણી આવતું નથી. વોટર રૂમ બંધ છે, એટલે છેક નીચે ઉતરીને બહારથી પાણીની બોટલ વેચાતી લેવી પડે છે. જ્યારે તંત્ર દ્વારા બિલ્ડિંગમાં પાણીના કેરબાઓની વ્યવસ્થા કરી પણ ત્યાં પણ પાણી પીવા માટે ગ્લાસના દર્શન થતા નથી. - ગુણવંતભાઈ પરમાર, અરજદાર
Read Original Article →