વાતાવરણ:જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું

Gujarat5/17/2026, 12:00:00 AM
સુરેન્દ્રનગર જિલ્લામાં મે માસમાં આકરો ઉનાળાની અસર વર્તાવા સાથે તાપમાનનો પારો સતત 44 ડિગ્રી આસપાસ રહે છે. જિલ્લામાં 6 દિવસમાં ગરમીનો પારો હાલ 2.3 ઘટી 43.5 ડિગ્રી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મે મહિનાની શરૂઆતથી રેકોર્ડ તોડ ગરમી વરસી રહી છે. ત્યારે મધ્યાહને પહોંચેલો મે માસ તાપમાનનો રેકોર્ડ તોડી જિલ્લો રાજ્યમાં સૌથી વધુ ગરમ જિલ્લો રહ્યો હતો. ત્યારે તેના ચાર દિવસમાં સતત જિલ્લો રાજ્યમાં સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં છ દિવસથી તાપમાનની વાત કરીએ તો સોમવારે લઘુતમ 28.5 અને મહત્તમ 45.5 ડિગ્રી રહ્યું હતું. શનિવારે લઘુતમ 27.4 અને ગરમી ઘટવા પાછળ હવાની ગતિ, ભેજ કારણ ગરમીનો પારો ઘટવા પાછળ હવાની ગતિ અને ભેજ પણ એક પરિબળ રહે છે. ત્યારે સોમવારે જે હવાની ગતિ 15 કિમી અને ભેજ 28 ટકા હતો જે શનિવારે વધીને હવાની ગતિ 18 કિમી અને ભેજ 41 ટકા થયો છે. આમ હવાની ગતિ 3 કિમી વધી અને ભેજમાં 13 ટકા વધારો થતા ગરમીમાં ઘટાડો થયો છે. મહત્તમ 43.5 ડિગ્રી રહ્યું હતું. આમ 6 દિવસમા 2.3 ડિગ્રી તાપમાન ઘટાડો થયો પણ હાલ ગરમીનો પારો સતત 43 ડિગ્રી ઉપર રહેતા આકરો ઉનાળો અનુભવાય છે. ત્યારે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં ઝાલાવાડીઓ 15.5 ડિગ્રી તાપમાનમાં ફેરફારનો અનુભવ કરી રહ્યા છે.
Read Original Article →