થાનગઢના વેલાળા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ટ્રાવેલ્સ બસની સીટ નીચેના ચોરખાનામાં દારૂ સંતાડ્યો, બસ સહિત રૂ.14.29 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/13/2026, 12:32:05 PM
થાનગઢના વેલાળા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ટ્રાવેલ્સ બસની સીટ નીચેના ચોરખાનામાં દારૂ સંતાડ્યો, બસ સહિત રૂ.14.29 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વેલાળા ગામની સીમમાંથી એક ટ્રાવેલ્સ બસમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બસની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી રૂ. 4,29,259નો દારૂ અને રૂ. 10,00,000ની કિંમતની બસ સહિત કુલ રૂ. 14,29,259નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને દારૂ-જુગાર જેવી બદીઓ નાબૂદ કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. આ અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેલાળા ગામની સીમમાં ખરાબામાંથી એક ટ્રાવેલ્સ બસ (રજી. નંબર GJ.18.AZ.7398) ને રોકવામાં આવી હતી. બસની સીટ નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 4,29,259ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. 10,00,000ની કિંમતની મીની ટ્રાવેલ્સ બસ સહિત કુલ રૂ. 14,29,259નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બસનો ચાલક, માલિક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિતના આરોપીઓ હજુ ફરાર છે. આ સફળ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાથમા, પો.હેડ કોન્સ. અજયવિરસિંહ ઝાલા, પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકીયા, પો.કોન્સ. ચંદ્રવિજયસિંહ રાણા, પો.કોન્સ. મહેન્દ્રભાઈ દાદરેસા, પો.કોન્સ. કુણાલસિંહ ઝાલા, પો.કોન્સ. વજાભાઇ સાનીયા, પો.કોન્સ. ભરતભાઈ સભાડ, પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા, ડ્રા.પો.હેડ કોન્સ. યુવરાજસિંહ વાઘેલા અને એ.એસ.આઈ. અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
Read Original Article →