ભાજપ હોદ્દેદારોએ સુરસાગર ડેરીની શુભેચ્છા મુલાકાત લીધી:ચેરમેને સન્માન કરી ડેરીની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ જણાવી
વઢવાણ સ્થિત સુરસાગર ડેરી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપના હોદ્દેદારોએ ડેરીના નવનિર્મિત બિલ્ડિંગમાં પ્રવેશ કરતા જ કર્મચારીઓએ ફૂલ પાંદડીઓથી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ડેરીના ચેરમેન નરેશ મારુ, પૂર્વ ચેરમેન બાબાલાલ અને ડિરેક્ટરોએ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, દૂધ ઉત્પાદકોને અપાતી વિવિધ સુવિધાઓ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મુલાકાતી મહાનુભાવોએ ડેરીની કામગીરી અને તેની વિકાસયાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે ડેરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
Read Original Article →