સુરેન્દ્રનગરમાં ધનવંતરી રથ દ્વારા સેવા:વિશ્વ આરોગ્ય દિવસે જાગૃતિ અને તબીબી સારવાર અપાઈ

Gujarat4/9/2026, 7:05:10 AM
સુરેન્દ્રનગરમાં ધનવંતરી રથ દ્વારા સેવા:વિશ્વ આરોગ્ય દિવસે જાગૃતિ અને તબીબી સારવાર અપાઈ
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્ય જાગૃતિ, માર્ગદર્શન અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સેવા દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી લાભ મળ્યા હતા. 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવા ખાસ કરીને બાંધકામ શ્રમિકો માટે શરૂ કરવામાં આવી છે. આ રથ બાંધકામ સાઇટ્સ, શ્રમિક વસાહતો અને તેમના ઘરઆંગણે જ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ રથ દ્વારા શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને સાંધાના દુખાવા જેવી સામાન્ય બીમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. જરૂર પડ્યે તબીબી તપાસો કરીને તેના અહેવાલ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકોને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નિર્માણ કાર્ડ નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને છે.
Read Original Article →