પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ, સુરેન્દ્રનગરમાં ઉજવણી:વોર્ડ નં 2 ખાતે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન યોજાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ પર્યાવરણના જતન, સુરક્ષા અને સ્વચ્છતાના સંકલ્પ સાથે આયોજિત કરાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર હંસાબેન વસવેલીયા અને પ્રીતિબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વોર્ડના વરિષ્ઠ આગેવાન ભાસ્કરભાઈ દવે અને અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. મહાનગરપાલિકાના સબ સેનેટરી ઇન્સ્પેક્ટર શાહ યશ, સુપરવાઈઝર અને નોડલ અધિકારી તેમજ કાયદા વિભાગના અધિકારી હેતલબેન શીલુ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Read Original Article →