સુરેન્દ્રનગર વોર્ડ 1 માં નવી પાણી લાઇન શરૂ:500 થી વધુ મકાનોને શુદ્ધ પાણી પૂરતા દબાણથી મળશે

Gujarat5/16/2026, 10:30:52 AM
સુરેન્દ્રનગર વોર્ડ 1 માં નવી પાણી લાઇન શરૂ:500 થી વધુ મકાનોને શુદ્ધ પાણી પૂરતા દબાણથી મળશે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની નવી લાઇન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક રહીશોને શુદ્ધ પાણી પૂરતા દબાણથી અને નિયમિતપણે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નંબર 1 ના વિવિધ વિસ્તારોમાં 200 mm અને 100 mm વ્યાસની નવી DI પાઇપલાઇન નાખવાનું આયોજન કરાયું છે. હાલમાં, ફિરદોષ સોસાયટી વિસ્તારમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.આ નવી પાણીની લાઇન કાર્યરત થવાથી આજુબાજુના અંદાજિત 500 થી વધુ મકાનોને સીધો લાભ મળશે. લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા અથવા ઓછા દબાણથી પાણી મેળવતા વિસ્તારોમાં હવે પાણી પુરવઠો વધુ નિયમિત, પૂરતો અને સુચારૂ બનશે. આ વિકાસલક્ષી કામગીરીના પ્રારંભ પ્રસંગે મહાનગરપાલિકાના સભ્યો ભગીરથસિંહ ઝાલા, ટ્વિંકલબેન ઘરેજીયા, અંકિતાબેન બારીયા, દેવકરણભાઈ મારીયા, વોર્ડ એન્જિનિયર ભાવેશભાઈ અને પૂર્વ સદસ્ય શંકરભાઈ સિંધવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકાની આ કામગીરીને બિરદાવી હતી.
Read Original Article →