સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ માસમાં સમૂહ વિષ્ણુ પૂજા યોજાઈ:શ્રી ગણેશ સંસ્કારધામ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભક્તોએ લાભ લીધો
રવિવારે સુરેન્દ્રનગરના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ ભવન ખાતે 'શ્રી ગણેશ સંસ્કારધામ' દ્વારા સમૂહ વિષ્ણુ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શાસ્ત્રી આશિષભાઈ જોષી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંગીતમય શૈલીમાં વિષ્ણુજીની પૂજા કરાઈ હતી. આ પૂજામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. પૂજાના સમાપ્તિ બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન જીતેન્દ્રભાઈ દવે, નિલેશભાઈ રાવલ, જીગરભાઈ દવે અને 'ગણેશ સંસ્કારધામ'ના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Original Article →