સુરેન્દ્રનગર નેત્રમ શાખા દ્વારા ₹2.51 કરોડનો દંડ વસૂલ્યો:34 હજાર વાહનચાલકોને ઈ-ચલણ ફટકારાયા, મોબાઈલ ઉપયોગ પર સૌથી વધુ દંડ

Gujarat5/15/2026, 6:32:41 AM
સુરેન્દ્રનગર નેત્રમ શાખા દ્વારા ₹2.51 કરોડનો દંડ વસૂલ્યો:34 હજાર વાહનચાલકોને ઈ-ચલણ ફટકારાયા, મોબાઈલ ઉપયોગ પર સૌથી વધુ દંડ
સુરેન્દ્રનગર જિલ્લામાં નેત્રમ શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં 34 હજારથી વધુ વાહનચાલકોને ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ ₹2.51 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ દંડ ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા વાહનચાલકોને ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, હેલ્મેટ વગર વાહન ચલાવતા 5,300 થી વધુ વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે. ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 5,000 વાહનચાલકોને પણ ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે, તંત્ર દ્વારા હવે ઓનલાઈન દંડ ફટકારવાની કામગીરીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
Read Original Article →