સુરેન્દ્રનગરમાં તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:23 મેના રોજ પ્રથમ બેઠક, 22 મે સુધી ઉમેદવારી પત્રો રજૂ કરાશે

Gujarat5/19/2026, 3:19:27 PM
સુરેન્દ્રનગરમાં તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:23 મેના રોજ પ્રથમ બેઠક, 22 મે સુધી ઉમેદવારી પત્રો રજૂ કરાશે
સુરેન્દ્રનગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આગામી 23 મે, 2026ના રોજ પ્રથમ બેઠક યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સવારે 11 કલાકે આ બેઠક બોલાવવામાં આવી છે. પ્રમુખ કે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા ઈચ્છુક સભ્યોએ નિયત નમૂનાના ફોર્મ સંબંધિત તાલુકા પંચાયત કચેરીમાંથી મેળવવાના રહેશે. ઉમેદવારોએ બે ફોર્મ ભરીને રજૂ કરવા પડશે. ઉમેદવારી પત્રો પ્રથમ બેઠકના અગાઉના દિવસે, એટલે કે 22 મે, 2026ના રોજ સવારે 11 થી બપોરે 2 કલાક સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને સુપરત કરવાના રહેશે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી 22 મે, 2026ના રોજ બપોરે 2 કલાકે કરવામાં આવશે.
Read Original Article →