સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન:મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ સુરેન્દ્રનગર - સ્વસ્થ સુરેન્દ્રનગર" સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ બગીચા, નવા ફાયર સ્ટેશન સામે, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખિલભાઈ ચંપાનેરી પણ જોડાયા હતા. તેમની સાથે મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, આગેવાનો અને નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાવી સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ સુરેન્દ્રનગરના નિર્માણ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામને કચરાના નિકાલ માટે 2 ડસ્ટબિનને બદલે 4 ડસ્ટબિન રાખવાના નિયમ વિશે માહિતગાર કરાયા હતા. સૌએ સાથે મળીને સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગરના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
Read Original Article →