સરકારી નોકરી માટે યુવાનોની લાઈનો લાગી, VIDEO:ST કંડક્ટરની ભરતી શરૂ થાય તે પહેલાં જ ફર્સ્ટ એઇડ કોર્સ સર્ટિફિકેટ્સ લેવા માટે સુરેન્દ્રનગરમાં દોડધામ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આગામી સમયમાં યોજાનારી એસ.ટી. કંડક્ટરની મોટા પાયે ભરતીને પગલે સુરેન્દ્રનગરમાં ઉમેદવારો વચ્ચે ભારે દોડધામ મચી છે. કંડક્ટર બનવા માટે અનિવાર્ય એવા 'ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ' મેળવવા માટે સુરેન્દ્રનગરના એકમાત્ર માન્ય રેડક્રોસ ટ્રેનિંગ સેન્ટર પર યુવાનોની ભારે ભીડ ઉમટી પડી છે. પરિસ્થિતિને થાળે પાડવા અને શિસ્ત જાળવવા માટે પોલીસ પ્રશાસનની પણ મદદ લેવામાં આવી છે. આ સમગ્ર સ્થિતિ અંગે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ પ્રોજેક્ટના મુખ્ય પ્રોજેક્ટ ચેરમેન પૂર્ણાંક શાહે વિગતવાર માહિતી આપી હતી. 2012થી કાર્યરત સુરેન્દ્રનગરનું એકમાત્ર માન્ય સેન્ટર પૂર્ણાંક શાહે જણાવ્યું હતું કે, અમારા સેન્ટર પર વર્ષ 2012ની સાલથી નિયમિત રીતે પ્રાથમિક સારવાર (First Aid)ના ક્લાસીસ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો અહીંથી સફળતાપૂર્વક પાસ થઈને ફર્સ્ટ એઇડ શીખી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં આ એક જ એવું રેડક્રોસ ટ્રેનિંગ સેન્ટર છે, જે આ સરકારી ભરતી માટે માન્ય (Valid) ગણાય છે. સરકારનો નિયમ: સરકારના વર્ષો જૂના નિયમ અનુસાર, એસ.ટી. કંડક્ટર બનવા માટે ફક્ત અને ફક્ત 'ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી'નો જ ફર્સ્ટ એઇડ કોર્સ અને સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવે છે. છેલ્લી ઘડીએ ધસારો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સામાન્ય રીતે ઉમેદવારો છેલ્લી ઘડીએ જ અરજી કરવાનું વિચારતા હોય છે. જ્યારે ઉમેદવારોને ઓફિશિયલ નોટિફિકેશન અને ભરતીની બહારથી ખબર પડી, ત્યારે ચોક્કસ દિવસોમાં સેન્ટર પર ક્ષમતા કરતાં ઘણો વધારે ધસારો જોવા મળ્યો હતો. આ ભીડને નિયંત્રિત કરવા માટે સેન્ટરના વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો: રોજના 180 વિદ્યાર્થી લઈ રહ્યા છે શિસ્તબદ્ધ ટ્રેનિંગ પૂર્ણાંક શાહે વધુમાં ઉમેર્યું કે, આજના દિવસથી લઈને આગળના સમય સુધી ઘણા બધા વિદ્યાર્થીઓએ રૂબરૂ આવીને ફોર્મ ભર્યા છે. હાલમાં કેન્દ્ર પર નિયમોને આધીન ખૂબ જ સરસ અને શિસ્તબદ્ધ રીતે 8 દિવસના બેચવાઇઝ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે, જેનું માળખું નીચે મુજબ છે: કંડક્ટરની 4,485 જગ્યા માટે કવાયત જીએસઆરટીસી (GSRTC) દ્વારા કંડક્ટર, ડ્રાઇવર અને હેલ્પરની કુલ મળીને 9,092 જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. જેમાં ખાસ કરીને કંડક્ટરની 4,485 જગ્યા માટે ધોરણ-12 પાસ યુવાનોમાં સરકારી નોકરી મેળવવાનો ભારે ક્રેઝ છે. આ જ કારણ છે કે, છેલ્લી ઘડીએ કોઈ વહીવટી અડચણ ન નડે તે માટે જાગૃત ઉમેદવારો અત્યારથી જ રેડક્રોસ સેન્ટર ખાતે પોતાના જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે.
Read Original Article →