ITI સામે ત્રિપલ અકસ્માત, 2 કારને નુકસાન:સુરેન્દ્રનગરમાં ST બસ અને કાર વચ્ચે ટક્કર, એક ઇજાગ્રસ્ત

Gujarat5/16/2026, 4:04:05 AM
ITI સામે ત્રિપલ અકસ્માત, 2 કારને નુકસાન:સુરેન્દ્રનગરમાં ST બસ અને કાર વચ્ચે ટક્કર, એક ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરના બસ સ્ટેન્ડ નજીક ITI સામે એક ST બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક કારચાલક ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે ડિવાઈડરને પણ નુકસાન થયું હતું. આ કારને મોટું નુકસાન થયું છે. બીજી કારની એરબેગ ખુલી ગઈ હોવાથી તેમાં સવાર લોકોને ઈજા થઈ ન હતી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું હતું. ત્રિપલ અકસ્માત બાદ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો. બી ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને નુકસાન પામેલી બંને કારને ક્રેન મારફત પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →