મલકેશભાઈની પુણ્યતિથિએ સિલ્વર પરિવારે સેવાકાર્યો કર્યા:જીવદયા, માનવસેવા અને મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Gujarat5/25/2026, 10:16:38 AM
મલકેશભાઈની પુણ્યતિથિએ સિલ્વર પરિવારે સેવાકાર્યો કર્યા:જીવદયા, માનવસેવા અને મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના કારોબારી સભ્ય સ્વ. મલકેશભાઈ દોશીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલ્વર પરિવારે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોને બદલે સેવા, જીવદયા અને માનવતાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મલકેશભાઈ દોશીના સકારાત્મક વિચારસરણી, ધાર્મિકતા અને નમ્રતાના સંસ્કારોને જીવંત રાખવાના હેતુથી વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો, ચકલીઘર, કુંડા, કીડીયારું અને છાશનું વિતરણ કરાયું. માનવસેવાના કાર્યો અંતર્ગત અન્નક્ષેત્રો અને આશ્રમોમાં ભોજન સેવા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, વૃદ્ધોની સેવા જેવા વિવિધ જીવદયા અને માનવ સેવાના કાર્યો પણ કરવામાં આવ્યા. સાંજના સમયે સ્વ. મલકેશભાઈની સ્મૃતિમાં 'Malkeshbhai Memorial Box Cricket Tournament' નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે સ્વ. મલકેશભાઈ દોશીના પરિવારજનોને મંચ પર આમંત્રિત કરી સિલ્વર પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર વાતાવરણ લાગણી, યાદો અને આત્મિયતાથી છલકાઈ ઉઠ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન પંકિલભાઈ ધોળકિયા, કૌશલભાઈ ગાંધી તેમજ સમગ્ર સિલ્વર પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Read Original Article →