સુરેન્દ્રનગર શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:આંબેડકર જયંતિ અને ચૂંટણી પૂર્વે કાયદો વ્યવસ્થા જાળવવા કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. I/C SP વૈદિકા બિહાનીની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ જેવા શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે તે સંદર્ભમાં અને આંબેડકર જયંતિ પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
Read Original Article →