RTO સુરેન્દ્રનગરની 52 ફેસલેસ સેવાઓ શરૂ:અધિકારી એમ.ડી. પાનશેરીયાએ નાગરિકોને લાભ લેવા અપીલ કરી

Gujarat6/7/2026, 10:36:23 AM
RTO સુરેન્દ્રનગરની 52 ફેસલેસ સેવાઓ શરૂ:અધિકારી એમ.ડી. પાનશેરીયાએ નાગરિકોને લાભ લેવા અપીલ કરી
ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગે નાગરિકોની સુવિધા માટે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનો સંબંધિત ૫૨ જેટલી સેવાઓ સંપૂર્ણપણે 'ફેસલેસ' (ઓનલાઇન) ઉપલબ્ધ કરાવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી (RTO) એમ. ડી. પાનશેરીયાએ એક વીડિયો સંદેશ દ્વારા જિલ્લાની જાહેર જનતાને આ તમામ ઓનલાઇન સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. આ ફેસલેસ સેવાઓ અંતર્ગત અરજદારે પોતાના આધાર ઓથેન્ટિકેશન (e-KYC) નો ઉપયોગ કરવાનો રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ અને તેની નિયત ફી ઓનલાઇન જ સબમિટ કર્યા પછી, અરજદારે કોઈપણ કામકાજ માટે RTO કચેરીએ રૂબરૂ આવવાની જરૂર રહેતી નથી.નાગરિકો દ્વારા ઓનલાઇન પોર્ટલ પર કરવામાં આવેલી તમામ અરજીઓ સીધી કચેરીના પોર્ટલ પર ઉપલબ્ધ થાય છે. RTO કચેરીના સ્ટાફ દ્વારા આ અરજીઓ પર ટૂંક સમયમાં અને નિયત સમયમર્યાદામાં જરૂરી પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવામાં આવે છે.આ યોજનાથી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોને મોટો ફાયદો થશે. તેમને નાની-મોટી સેવાઓ માટે જિલ્લા મથકે આવેલી RTO કચેરી સુધી જવું નહીં પડે, જેના કારણે તેમનો કિંમતી સમય અને ઇંધણ (પેટ્રોલ/ડીઝલ)નો બચાવ થશે. RTO સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવતી સરકારની આ ડિજિટલ 'ફેસલેસ' સેવાઓનો ઘરે બેઠા જ વધુમાં વધુ ઉપયોગ કરે.
Read Original Article →