રાહુલ શુક્લા ફાઉન્ડેશનનું સૈનિકોના કલ્યાણ માટે યોગદાન:સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનો ચેક અર્પણ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. આ યોગદાન દેશની સેવા કરતા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને સ્વર્ગસ્થ સૈનિકોના પરિવારોને સંકટ સમયે મદદરૂપ થવાના આશયથી કરાયું છે. ફાઉન્ડેશન દ્વારા ₹1 લાખનો ચેક સુરેન્દ્રનગરના કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના પ્રમુખશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય દેશના સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરે છે. ફાઉન્ડેશનનું આ પ્રેરણાદાયી પગલું સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓને વેગ આપશે. આ યોગદાન દેશ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ફાઉન્ડેશનની આ રાષ્ટ્રપ્રેમી કામગીરીને બિરદાવવામાં આવી હતી.
Read Original Article →