સુરેન્દ્રનગરમાં RRR સેન્ટરની વિઝિટ યોજાઈ:નવનિયુક્ત પદાધિકારીઓએ જરૂરિયાતમંદોને વસ્તુઓનું વિતરણ કર્યું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા RRR (Reduce, Reuse, Recycle) સેન્ટરની એક્સપોઝર વિઝિટનું આયોજન કરાયું હતું. સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0અંતર્ગત નવનિયુક્ત પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ માટે આ કાર્યક્રમ માઈમંદિર રોડ ખાતે યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવના અધ્યક્ષસ્થાને આ વિઝિટ થઈ હતી. આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. સ્વચ્છ ભારત મિશનના ઋષિરાજભાઈએ ઉપસ્થિત મહાનુભાવોને RRR સેન્ટરની કામગીરી અને તેની ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી આપી હતી.કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર જી.કે. મકવાણા, આર.બી. પટેલ, સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. RRR સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાંથી નીકળતા નકામા કચરાને ઘટાડવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે.નાગરિકો પોતાના ઘરની વપરાયા વગરની સારી વસ્તુઓ જેવી કે કપડાં, પુસ્તકો, રમકડાં અને વાસણો અહીં દાન કરી શકે છે. આ એકત્રિત થયેલો સામાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવે છે.
Read Original Article →