સુરેન્દ્રનગરના દંપતીએ કૈલાસ માનસરોવરની યાત્રા કરી:રતનપરમાં દંપતીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટ કરિયાણા એસોસિએશનના પ્રમુખ બાબુલાલ પ્રજાપતિ અને તેમના પત્ની રસીલાબેન કૈલાસ માનસરોવરની 9 દિવસની કઠિન યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા છે. રતનપર ખાતે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. દંપતીએ કૈલાસ માનસરોવરની દુર્ગમ યાત્રા અને કઠિન પ્રદક્ષિણા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ યાત્રા ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને પડકારજનક માનવામાં આવે છે. રતનપરના રામજી મંદિરે પહોંચતા જ સમગ્ર વેપારી મંડળ, પ્રજાપતિ સમાજ અને પરિવારજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને હારતોરા પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ, ડીજેના તાલે અને વાજતે-ગાજતે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી તેમના નિવાસસ્થાન સુધી ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. શહેરીજનોએ પણ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાબુલાલ પ્રજાપતિ વેપારી મંડળ અને પ્રજાપતિ સમાજમાં આગવી પ્રતિષ્ઠા ધરાવે છે, જેના કારણે આ સન્માન કાર્યક્રમનું વિશેષ મહત્વ રહ્યું હતું.
Read Original Article →