ગેરકાયદેસર દુકાનોના બાંધકામનો મામલો:57 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા અરજદારની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ગેરકાયદેસર દુકાનોના બાંધકામ મામલે છેલ્લા 57 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા રતનપરના જયેશભાઈ લાલજીભાઈ ચૌહાણની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તીવ્ર ગરમી અને લાંબા સમયના ઉપવાસને કારણે જયેશભાઈને શારીરિક તકલીફ અનુભવાઈ હતી. તેમની તબિયત બગડતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જયેશભાઈ ચૌહાણ સાયલા શહેરમાં ગેરકાયદેસર દુકાનો અને અન્ય બાંધકામો થયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પ્રાથમિક સારવાર બાદ તેમને સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ છે, જેના કારણે લાંબા સમય સુધી ઉપવાસ પર રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
Read Original Article →