સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો:A ડીવીઝન પોલીસે 8,800ની મત્તા જપ્ત કરી, અન્યની શોધખોળ

Gujarat6/9/2026, 4:34:05 PM
સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો:A ડીવીઝન પોલીસે 8,800ની મત્તા જપ્ત કરી, અન્યની શોધખોળ
સુરેન્દ્રનગરના વહાણવટીનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ગોપાલ બાબુભાઈ રાઠોડ નામના શખ્સ પાસેથી 28 ચપલા વિદેશી દારૂ અને મોબાઈલ સહિત કુલ 8,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે વહાણવટીનગર પાસે રહેતો ગોપાલ રાઠોડ તેના ઘર નજીક વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં ગોપાલ રાઠોડે આ દારૂ સોમાસર ગામના મયુર પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકે ગોપાલ રાઠોડ અને મયુર બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →