સુરેન્દ્રનગર પોલીસે ₹82 લાખના ફસાયેલા શેર પરત અપાવ્યા:5 વર્ષથી ફસાયેલા 5,000 શેર નકલી દસ્તાવેજોથી હડપવાનો પ્રયાસ કરાયો

Gujarat5/27/2026, 11:08:18 AM
સુરેન્દ્રનગર પોલીસે ₹82 લાખના ફસાયેલા શેર પરત અપાવ્યા:5 વર્ષથી ફસાયેલા 5,000 શેર નકલી દસ્તાવેજોથી હડપવાનો પ્રયાસ કરાયો
સુરેન્દ્રનગર પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં એક અરજદારને તેમના લાખો રૂપિયાના ફસાયેલા શેર પરત અપાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે સચોટ અને ત્વરિત પગલાં લીધા હતા. છેલ્લા પાંચ વર્ષથી એક અરજદારના કુલ 5,000 શેર સર્ટિફિકેટ ફસાયેલા હતા. કેટલાક શખ્સો દ્વારા નકલી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને આ કિંમતી શેર હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામેવાળા પક્ષ દ્વારા આ શેર સર્ટિફિકેટ લાંબા સમયથી પરત આપવામાં આવતા ન હતા. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવતા સુરેન્દ્રનગર પોલીસે તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસની આ સચોટ અને ન્યાયિક કામગીરીના પરિણામે, અરજદારને તેમના હકના 5,000 શેર હેમખેમ પરત મળ્યા છે. આ શેરની વર્તમાન બજાર કિંમત આશરે ₹82,00,000/- (બ્યાસી લાખ રૂપિયા) જેટલી થાય છે. પોતાના હકના શેર પરત મળતા વરિષ્ઠ અરજદારે સુરેન્દ્રનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડા (S.P. સાહેબ) નો રૂબરૂ મુલાકાત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અરજદારે પોલીસ અધિકારીનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું.
Read Original Article →