સુરેન્દ્રનગર પોલીસે ભીડવાળી જગ્યાએ ગુપ્ત વોચ રાખી:મહિલાઓની છેડતી અટકાવવા બસ સ્ટેન્ડ, માર્કેટમાં પેટ્રોલિંગ કરાયું

Gujarat5/21/2026, 5:10:04 AM
સુરેન્દ્રનગર પોલીસે ભીડવાળી જગ્યાએ ગુપ્ત વોચ રાખી:મહિલાઓની છેડતી અટકાવવા બસ સ્ટેન્ડ, માર્કેટમાં પેટ્રોલિંગ કરાયું
સુરેન્દ્રનગર પોલીસે આજે બસ સ્ટેન્ડ, શાકભાજી માર્કેટ અને ભીડવાળી જગ્યાઓ પર ગુપ્ત વોચ રાખી હતી. મહિલાઓની છેડતી અને અન્ય અસામાજિક બનાવો અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સીધી સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશન અને મહિલા યુનિટના કર્મચારીઓ આ વોચ-તપાસમાં જોડાયા હતા. પોલીસ ટીમે ગુપ્ત રીતે વોચ રાખીને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય રોમિયોગીરી કરતા તત્વો અને લુખ્ખા તત્વો દ્વારા મહિલાઓને થતી કનડગતને રોકવાનો હતો, જેથી મહિલાઓ સુરક્ષિત અનુભવી શકે.
Read Original Article →