સુરેન્દ્રનગર પોલીસે 7 ચોરાયેલી બેટરી સાથે 2 ઝડપ્યા:ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર શખ્સો સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર પોલીસે ટ્રકમાંથી બેટરી ચોરી કરવાના કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી સાત બેટરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી અને હ્યુમન/ટેકનિકલ સોર્સ દ્વારા બાતમી મળી હતી. બાતમીના આધારે, સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર નવા બનતા ફાયર સ્ટેશન સામેથી સાયકલ પર ચોરાયેલી બેટરી લઈને પસાર થઈ રહેલા સુરેશભાઈ રામજીભાઈ લઢેર (રહે. રતનપર, નારાયણપરા) ને રોકવામાં આવ્યો હતો. તેની પાસેથી એક SF કંપનીની વાદળી રંગની 100 એમ્પીયરની બેટરી અને ગુનામાં વપરાયેલી સાયકલ મળી આવી હતી. સુરેશ લઢેરની સઘન પૂછપરછ કરતા તેણે છેલ્લા એક મહિનાથી સુરેન્દ્રનગર સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રાત્રીના સમયે પાર્ક કરેલા ટ્રક અને આઈસરમાંથી કુલ સાત બેટરીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે કબૂલ્યું કે તેણે છ બેટરી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ, સુરેખાવાડી પાછળ, ખાટકીવાડમાં આવેલા ભંગારના ડેલે ઇકબાલભાઈ ઉર્ફે ગાંધી રસુલભાઈ મમાણી (રહે. સુરેન્દ્રનગર) ને આપી હતી. પોલીસે ઇકબાલ મમાણી પાસેથી તે બેટરીઓ પણ કબ્જે કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
Read Original Article →