સુરેન્દ્રનગરમાં 110 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:વેપારીઓને 7,000 રૂપિયાનો દંડ, મહાનગરપાલિકાની કાર્યવાહી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પર્યાવરણના જતન અને શહેરમાં સ્વચ્છતા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે ઝુંબેશ તેજ કરી છે. પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન આશરે 110 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શહેરના સ્થાનિક બજારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના વિક્રેતાઓ વિજય ટ્રેડર્સમાંથી 70 કિલો અને જય અંબેમાંથી 50 કિલો, એમ કુલ 110 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ 7,000 રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ તમામ વેપારીઓ, દુકાનદારો અને નાગરિકોને સરકાર દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ ન કરવા અપીલ કરી છે.
Read Original Article →