સુરેન્દ્રનગર PGVCL કચેરીએ સ્થાનિકોનું વિરોધ-પ્રદર્શન:કૃષ્ણનગરના રહીશોને 4 મહિનાથી વીજબિલ ન આવ્યાનો લગાવ્યો આરોપ
સુરેન્દ્રનગર PGVCLની મુખ્ય કચેરી ખાતે સ્માર્ટ મીટરના મુદ્દે સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના કૃષ્ણનગર વિસ્તારના રહીશોને ખોટા ફાયદા જણાવી સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાનો આક્ષેપ છે. રહીશોના જણાવ્યા અનુસાર, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી વધુ સમયથી વીજળીના બિલ આવ્યા નથી, જેના કારણે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆત કરવા આવેલા સ્થાનિકો અને PGVCLના અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
Read Original Article →