પેન્શન, દિવ્યાંગ, વિધવા સહાય લાભાર્થીઓ માટે:'હયાતીની ખરાઈ' 31 જુલાઈ 2026સુધીમાં ફરજિયાત
સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોના વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય અને ગંગા સ્વરૂપા (વિધવા સહાય) યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. સુરેન્દ્રનગર શહેર મામલતદાર દ્વારા જણાવાયું છે કે, સરકારી સૂચના મુજબ, આ તમામ લાભાર્થીઓએ 31 જુલાઈ 2026 પહેલાં પોતાની 'હયાતીની ખરાઈ' કરાવવી ફરજિયાત છે. આ નિયમ સુરેન્દ્રનગર, દૂધરેજ, ચમારજ, જોરાવરનગર, ખેરાળી, માળોદ, મુળચંદ અને ખમીસાણાના લાભાર્થીઓને લાગુ પડશે. આ ખરાઈ પ્રક્રિયા માટે, લાભાર્થીઓએ પોતાના મોબાઈલમાં 'BENEFICIARY SATYAPAN APPLICATION' અને 'AADHAAR FACE RD' નામની બંને એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ ખરાઈ કરવાની રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો લાભાર્થીને મળતી સહાયની રકમ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય અથવા વધુ માહિતીની જરૂર હોય, તો લાભાર્થીઓ પોતાના જરૂરી આધાર-પુરાવાઓ સાથે કામકાજના દિવસો અને સમય દરમિયાન સુરેન્દ્રનગર મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકે છે.
Read Original Article →