સુરેન્દ્રનગરના નવા પદાધિકારીઓનું સન્માન:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શુભેચ્છા પાઠવી

Gujarat6/6/2026, 3:30:42 AM
સુરેન્દ્રનગરના નવા પદાધિકારીઓનું સન્માન:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શુભેચ્છા પાઠવી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજે નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા તેમને શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરી સહિત પિન્ટુબેન અસાણીયા અને સ્વાતિબેન માંડલિયાએ પદભાર સંભાળ્યો હતો. પદગ્રહણ સમારોહ પહેલા મહાનગરપાલિકા ખાતે વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ મકવાણાએ તમામ પદાધિકારીઓને તેમની નવી કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →