કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ:સુરેન્દ્રનગર 'નમો કમલમ' કાર્યાલય ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરેન્દ્રનગરના 'નમો કમલમ' ભાજપ કાર્યાલય ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. આ બેઠકનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ અધ્યક્ષતામાં યોજાયેલી એક મોટી વર્ચ્યુઅલ કાર્યશાળાનો ભાગ હતી. આ કાર્યશાળામાં મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ આ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
Read Original Article →